અમરેલીના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા ખાતે બીએપીએસ પરિવાર દ્વારા ‘સંસ્કારથી વૈશ્વિકતા સુધી’ વિષય પર પરમ પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીજીના પ્રેરણાદાયી પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી જીવનપ્રેરક વિચારોનો લાભ લીધો હતો.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ મનસુખભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ સ્વામીજીનું સ્વાગત અને સન્માન કર્યું હતું.પ્રવચન દરમિયાન સ્વામીજીએ સંસ્થામાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ચાલી રહેલી શૈક્ષણિક,
સાંસ્કૃતિક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. સાથે જ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની નિષ્ઠા અને સેવાભાવને બિરદાવ્યો હતો. સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સ્વામીજીના વિચારો સમાજમાં સંસ્કાર, માનવતા અને નૈતિક મૂલ્યોનું સિંચન કરી લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. કાર્યક્રમની સફળતા બદલ બીએપીએસના સંતો, કાર્યકરો અને સ્વયંસેવકોની સેવાભાવનાને પણ બિરદાવવામાં આવી હતી.





































