લાઠી તાલુકાના વરસડા–મતીરાળા–કૃષ્ણગઢને જોડતા મહત્વપૂર્ણ માર્ગના રીસર્ફેસીંગ કામનું રૂ. ૧૧.૧૭ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી માર્ગની ખરાબ હાલતને લઈને ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી. મંજૂરી મળતા હવે વિકાસકાર્યનો પ્રારંભ થયો છે. આ માર્ગના નવીનીકરણથી વરસડા, મતીરાળા, કૃષ્ણગઢ સહિત આસપાસના ગામોના ગ્રામજનોને સારી અને મજબૂત માર્ગ સુવિધા મળશે. વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો, સરપંચો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ આ વિકાસકાર્ય બદલ ખુશી વ્યક્ત કરી હતી.