ભાવનગર ખાતે લોકસાહિત્યના અમર સર્જક કવિ દુલા ભાયા કાગબાપુની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોકડાયરા ‘કાગ વંદના’નું આયોજન કરવામાં આવ્યું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી તથા શામળદાસ કોલેજના સથવારે તા. ૨૫ નવેમ્બરના રોજ રાત્રે ૮ કલાકે અટલ ઓડિટોરિયમ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી કેમ્પસ ખાતે કાર્યક્રમ યોજાશે.કાર્યક્રમમાં કવિ વિનોદ જોષી બીજવક્તવ્ય આપશે અને ભગવતદાન ગઢવી સંચાલન કરશે. રાજભા ગઢવી, જીજ્ઞેશ કુંચાલા, પરેશદાન ગઢવી અને ધરમભાઈ વંકાણી સહિતના કલાકારો લોકસંગીતની પ્રસ્તુતિ કરશે. આ પ્રસંગે કુલપતિ ભરત બી. રામાનુજ, ડો. ઈન્દ્ર ગઢવી અને આચાર્ય વિશ્વાસ જોશી ઉપસ્થિત રહેશે. કાગબાપુના સાહિત્યિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી યોજાનારા આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ટ્રસ્ટના રાજવીરભાઈ કાગે ભાવનગરના લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.







































