બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા આધેડને અગાઉ થયેલી છેતરપિંડીના કોર્ટ કેસની અદાવતમાં જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, કોટડાપીઠામાં દેના બેંકની બાજુમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા પારસભાઈ ત્રિભુવનભાઈ બગથળીયા (ઉ.વ. ૫૧) સાથે અગાઉ સોનું અને રોકડ રકમની છેતરપિંડી થઈ હતી, જેનો કેસ હાલ બાબરા કોર્ટમાં ચાલી રહ્યો છે.આ કેસની અદાવત રાખી ગત તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ રાત્રિના ૮ઃ૩૦ વાગ્યે વિસાવદર તાલુકાના રામપરાના બીજલભાઈ ઉર્ફે રાજવીર ઉર્ફે ધર્મેન્દ્ર આલસુરભાઈ ભડા તથા હાલ સુરત અને મૂળ જેતપુરના બિપીનભાઈ ઉર્ફે સીતારામ પરશોત્તમભાઈ ગોહેલે પારસભાઈને ‘પૈસા આપવાના નથી અને કેસ પૂરો થાય તે પહેલાં તને પૂરો કરી નાખીશું’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.