રાજુલાના કડીયાળી પ્લોટ વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનો વ્યવસાય કરતા ૨૨ વર્ષીય યુવાન સાથે રૂપિયા ૧૨,૦૦૦ ની સાયબર છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. ફરિયાદી હરેશભાઇ મગનભાઇ ગુજરીયા (ઉં.વ. ૨૨) એ તા. ૧૯/૧૧/૨૬ ના રોજ સાંજે ૭ઃ૦૦ વાગ્યે રાજસ્થાનના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તા. ૦૮/૧૧/૨૬ ના સવારે ૧૦ઃ૦૯ વાગ્યે કોઈ અજાણ્યા માધ્યમથી ફરિયાદીનો મોબાઈલ અને વોટ્સએપ હેક કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી અજય પ્રકાશ ગુર્જર (રહે. હરીહર નગર, રામપુરા ડાબરી, જયપુર, રાજસ્થાન) ના ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં (નં. ૧૬૯૩૦૧૦૦૦૦૧૩૦૮૧,IFSC:IOBA૦૦૦૧૬૯૩) ફરિયાદીની જાણ બહાર અને ઓટીપી વિના જ બેંક ઓફ બરોડાના ખાતા (નં. ૯૫૫૬૦૧૦૦૦૨૧૧૪૩) માંથી રૂ. ૧૨,૦૦૦ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરવામાં આવી હતી.




































