અમરેલી તાલુકા મંડળના કિસાન મોરચા દ્વારા ‘હાલો ભેરુ ગામડે’ કાર્યક્રમ કેરિયાનાગસ ગામે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કિસાન મોરચાના હોદ્દેદારોએ ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને યોજનાઓનો લાભ લેવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી રણજીતભાઈ વાળા, લાઠી તાલુકા કિસાન મોરચાના પ્રભારી મનસુખભાઈ ગાંગડીયા, પ્રમુખ મનીષ ઠુંમર, મહામંત્રીઓ મોતીભાઈ કાનાણી અને કલ્પેશ મેતલીયા, અમરેલી તાલુકા કિસાન મોરચાના કોષાધ્યક્ષ રોનક ગજેરા, ઉપપ્રમુખ બાલુભાઈ વામજા, મંત્રી વિપુલભાઈ પાનસુરીયા અને સુનીલ માધડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.