લાઠી તાલુકાના છભાડીયા ગામે રહેતા પ્રેમીલાબેન દેવશીભાઈ ગોહીલ (ઉં.વ. ૪૨) એ પતિ સહિત પાંચ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ અને ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મુજબ, વર્ષ ૨૦૦૭ માં લગ્ન થયા બાદ પતિ દેવશીભાઈ, સાસુ અમરબેન, સસરા નારણભાઈ, નીતાબેન અને નણંદ નયનાબેન દ્વારા કરિયાવર બાબતે મેણાં મારી પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરાતું હતું.
પતિ દેવશીભાઈએ પરિણીતાને અવારનવાર ઘરમાંથી કાઢી મૂકી ગાળો આપી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.આ બનાવ અંગે લાઠી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.































