અમરેલી જિલ્લા પોલીસે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત ગત તા. ૧૭/૧૧/૨૦૨૬ ના રોજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા કુલ ૭ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ સ્થળોએથી આરોપીઓને પકડી પાડ્યા હતા. જેમાં ખાંભા વિસ્તારમાંથી રાજેશ મનજીભાઈ રાઠોડ, ધારીના સરસીયા ગામેથી સવજી નાનજીભાઈ દાફડા, બાબરાના અમરાપરામાંથી મહેશ હરજીભાઈ મકવાણા, અમરેલી રૂરલના જશવંતગઢથી પાર્થ રાજેશભાઈ રાવલ અને ચલાલામાંથી વનરાજ નાનજીભાઈ ચાવડા ઝડપાયા હતા. આ ઉપરાંત ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએથી ભીમજી જવેરભાઈ શિયાળ અને જેન્તી સોંડાભાઈ ધુંધળવાને નશાની હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા.તમામ ૭ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)બી મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





































