બાબરા પંથકમાં વીજ ચોરી અને તસ્કરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરોએ પી.જી.વી.સી.એલ. (PGVCL) ના ટ્રાન્સફોર્મરને નિશાન બનાવી લાખોની કિંમતના સાધનો ચોરી કરી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
પી.જી.વી.સી.એલ. બાબરા શહેર કચેરીના નાયબ ઇજનેર જીગરકુમાર વિનુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૦૭/૧૧/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે ભાવનગર-રાજકોટ હાઈવે પર અજાણ્યા તસ્કરોએ બે અલગ-અલગ જગ્યાએ તરખાટ મચાવ્યો હતો.જેમાં વેલનાથ ઢાબાની સામે આવેલ 11KV વીજ પોલ પરના 5 KVA ના ટ્રાન્સફોર્મરમાંથી ચોરી થઈ હતી તો વઢાવિયા હનુમાનજી દાદાના મંદિર સામે આવેલ વીજ પોલ પરના 5 KVA ના ટ્રાન્સફોર્મરને નિશાન બનાવવામાં આવ્યું હતુ. અજાણ્યા ચોર ઇસમોએ બંને ટ્રાન્સફોર્મરના દરવાજા તોડીને તેની અંદર રહેલી કિંમતી કોપર (તાંબા) ની કોઇલો તેમજ ટ્રાન્સફોર્મર ઓઇલ મળીને કુલ અંદાજિત રૂ. ૧૬,૦૦૦/- ની મિલકતની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે બાબરા પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.