રાજુલાના શૈલેશભાઈ ઘોઘાભાઈ વાળાનો રૂ.૨૧ હજારની કિંમતનો vivo મોબાઇલ હિંડોરણા-રાજુલા રોડ પર રસ્તામાં પડી જતાં ગુમ થયો હતો. આ અંગે જાણ થતાં રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ હિંડોરણા બીટના ઇન્ચાર્જ અને સ્ટાફે CEIR પોર્ટલની મદદથી મોબાઇલ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ શૈલેશભાઈને પોલીસ સ્ટેશન બોલાવી મોબાઇલની ખરાઈ કર્યા બાદ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી.