ધારીના ગીગાસણ ગામે ગોરસીયા મંદિર પાસે ‘મેં મારી ફોરવ્હીલ કાર ભટકાવી છે, તું કેમ દોઢો થાય છે?’ તેમ કહી એક પુરુષને ઢીંકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.બનાવ અંગે બોરડી ગામના અશ્વિનભાઈ ભોળાભાઈ કુંજડીયા (ઉ.વ.૫૨)એ ગીગાસણ ગામના રવિભાઈ દિલુભાઈ કોટીલા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, અશ્વિનભાઈ તથા સાહેદ પોતાની મોટરસાઇકલ લઈને ગીગાસણ ગામે ખોટકાના કામે આવતા હતા. તેઓ ગીગાસણ ગામે ગોરસીયા મંદિર પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં એક ફોરવ્હીલ કાર થાંભલા સાથે અકસ્માત થયેલી હાલતમાં પડી હતી.જેથી અશ્વિનભાઈએ સાહેદને કહ્યું હતું કે, ‘કોઈકે થાંભલા સાથે ફોરવ્હીલ કાર ભટકાવી લાગે છે.’ આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોય તો મદદ કરવાના ઈરાદાથી તેમણે મોટરસાઇકલ ઊભી રાખી હતી. તે દરમિયાન આરોપીએ તેમને ‘મેં મારી ફોરવ્હીલ કાર ભટકાવી છે, તું કેમ દોઢો થાય છે?’ તેમ કહી મનફાવે તેમ ગાળો ભાંડી હતી. ઉપરાંત ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઘટના અંગે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ડી. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































