ખાંભાના રાયડી ગામે વાડીની ઓરડીમાંથી ૫ લીટર દેશી દારૂ પકડાયો હતો. પોલીસે રૂ. ૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વડિયાના મેઘા પીપળીયા ગામેથી દેશી દારૂ બનાવવાનો ૪૦ લીટર આથો પકડાયો હતો. આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૮ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા, તેમજ ૭ ઇસમો નશાની હાલતમાં વાહન ચલાવતાં પકડાયા હતા.