ધારીના પશુ દવાખાના વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. રહેણાંક વિસ્તારમાં આગ લાગતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પશુ દવાખાના વિસ્તારમાં જાડી ઝાડી-ઝાંખરાનું પ્રમાણ વધુ હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સદ્‌નસીબે મોટી ઘટના બનતા સહેજમાં અટકી હતી.