સાવરકુંડલાના મહિલા અધ્યાપન મંદિરમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થી બહેનોના સ્વાગત માટે દ્વિતીય વર્ષની બહેનો દ્વારા વેલકમ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ, નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને મહિલા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ બહેનોને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી શરદપૂર્ણિમાના રાસ-ગરબા મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. છાત્રાલયની દીકરીઓને વિનામૂલ્યે પાસ આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર આયોજન સફળ રહ્યું હતું.