નડિયાદ ખાતે અંડર-૧૪ ભાઈઓ માટેની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન તા. ૧૩-૧૦-૨૦૨૬ થી ૧૫-૧૦-૨૦૨૬ દરમિયાન કરવામાં આવેલ હતું. જેમાં ગજેરા કેમ્પસ ડ્ઢન્જીજીના વિદ્યાર્થી કિશન વાઘેલાએ હાઈ જંપ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ મેળવી કિશને શાળા તથા અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે.કિશનની આ સફળતાથી ગજેરા કેમ્પસમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડી કિશન વાઘેલાને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કોચ મિલનભાઈ વ્યાસ, ટ્રેનર પૂજાબેન બાંધભણીયા અને વૈશાલીબેન પાટડીયાને પણ અભિનંદન આપ્યા હતા.