રાજુલા તાલુકાના મોરંગી ગામે અંગત અદાવતમાં વહેલી સવારે દાદાગીરી કરી
વૃદ્ધની હત્યા કરનાર આરોપીને અમરેલી એલ.સી.બી. (ન્ઝ્રમ્) અને ડુંગર પોલીસની ટીમે બાતમી તથા ટેકનિકલ સોર્સના આધારે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.
મોરંગી ગામે દુકાન પાસે બેઠેલા ભીખુભાઈ નનુભાઈ સમા પર ગામના જ રૂસ્તમ રાજેભાઈ બેલીમ નામના શખ્સે જૂની અદાવતમાં ઉગ્ર બોલાચાલી કરી છરી વડે સાથળના ભાગે મરણતોલ ઘા ઝીંકી દીધો હતો. ગંભીર ઈજાના કારણે ભીખુભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર રમજાનભાઈ સમાની ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ૪૦ વર્ષીય આરોપી રૂસ્તમ બેલીમની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે








































