બાબરામાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ શહેરની વિવિધ ગરબી મંડળીઓની મુલાકાત લઈ ખેલૈયાઓ, આયોજકો તથા ઉપસ્થિત નગરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્યએ વિવિધ ગરબી સ્થળોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી સમગ્ર વિસ્તારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ ગરબી મંડળીઓ દ્વારા કરવામાં આવેલી સુંદર અને પરંપરાગત ગરબા આરાધનાની પ્રશંસા કરી હતી. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, “નવરાત્રીનું પર્વ આપણી આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલું પવિત્ર પર્વ છે. બાબરા શહેરમાં વિવિધ ગરબી મંડળીઓ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. માતાજીની આરાધના સાથે આપણી પરંપરા અને સંસ્કૃતિની ઉજવણી થતી જોઈને આનંદ થાય છે.