રાજુલામાં મકાનનું તાળું તોડી લેપટોપની ચોરી કરવામાં આવી હતી. રાજુલાના પુનીતનગરમાં રહેતા સતીશકુમાર રામમૂર્તિએ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના મકાનેથી કોવાયા ગામે આવેલી જીએસપીસી કંપનીમાં નોકરી કરવા ગયા હતા. તે સમયે અજાણ્યા ચોર ઇસમે રૂમના મેઇન દરવાજાનું તાળું તોડી લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.