અમરેલીમાં પત્ની સાથે ફોન પર બોલાચાલી થયા બાદ યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે કમલેશભાઈ કનુભાઈ પોકળ (ઉં.વ.૪૮)એ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ, જસ્મીનભાઈ જીતેન્દ્રભાઈ ચોરવાડીયા (ઉં.વ.૩૦)ના પત્ની તેમના પિયરમાં હતા. તે દરમિયાન પતિ-પત્ની વચ્ચે ફોન પર કોઈ કારણોસર રકઝક થઈ હતી. આ બાબતથી મનદુઃખ અનુભવી જસ્મીનભાઈએ ઘરમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ. બી. સૈયદ વધુ તપાસ ચલાવી રહ્યા છે.