સાવરકુંડલાના ચરખડિયા ગામના પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત થયું હતું. બનાવ અંગે સાવરકુંડલામાં રહેતા પ્રવિણભાઈ માધવજીભાઈ તળાવીયા (ઉ.વ.૬૨)એ જાહેર કર્યા મુજબ, ચરખડિયા ગામે રહેતા માધવજીભાઈ નાથાભાઈ તળાવીયા (ઉ.વ.૮૩)ને ઘણા સમયથી હૃદયરોગની બીમારી હતી અને હાર્ટ એટેક આવવાથી મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી પી પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.






































