અમરેલી બિલ્ડર એસોસિએશન દ્વારા આજરોજ અમરેલી કલેક્ટરને સીટી સર્વેમાં પડતી મુશ્કેલીઓ તેમજ સત્તા પ્રકાર મ્૧, મ્૨, મ્૩, મ્૪ના પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. બિલ્ડરોને સીટી સર્વેની કામગીરી દરમિયાન વિવિધ પ્રકારની મુશ્કેલીઓ પડતી હોવાને કારણે તેના યોગ્ય નિરાકરણ માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નોના કારણે બિલ્ડરો તેમજ મિલકતના કામકાજ સાથે સંકળાયેલા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવાયું હતું. આ પ્રસંગે અમરેલી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ સોળિયા, ઉપપ્રમુખ રાજુભાઈ શિયાણી, દીપકભાઈ મહેતા, ચંદુભાઈ વોરા, વિજયભાઈ કાછડીયા, જયસુખભાઈ પાનેલીયા, જતીનભાઈ ચંદારાણા, કિશોરભાઈ સાદરાણી તેમજ વેપારી મહામંડળના હરેશભાઈ સાદરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે સાથે મળી પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરી હતી અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.


































