સુરતમાં રહેતા એક યુવકે અમરેલીની હોટલમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરેલીમાં રહેતા શશીકાંતભાઈ કાનજીભાઈ કોલડીયા (ઉ.વ.૬૦) એ જાહેર કર્યા મુજબ, હાલ સુરત ખાતે રહેતા તેમના પુત્ર નિકુંજભાઈ શશીકાંતભાઈ કોલડીયા (ઉ.વ. ૩૨) આર્થિક સંકડામણમાં હતા. જેથી તેમણે અમરેલીની દર્શન હોટલમાં પોતાની મેળે ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડીઓ ગળી લીધી હતી. બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.