બગસરામાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નંદલાલભાઈ બામટાની શ્રધ્ધાંજલિ સભા, સત્સંગ, ધૂન-કીર્તન તેમજ બ્રહ્મ ચોરાસીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નંદલાલભાઈ બામટા જૂનાગઢ રાધારમણ દેવ મંદિર ટેમ્પલ બોર્ડ સમિતિના પૂર્વ ચેરમેન તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના મંત્રી રહી સમાજ માટે કાર્ય કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર માટે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પણ તેઓ જતા હતા. આ પ્રસંગે આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજ અને ભાવિ આચાર્ય નુગેન્દ્રપ્રસાદ મહારાજે ફોન દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવી હતી. વિવિધ સંતો-મહંતો તથા સમાજના અગ્રણીઓ તથા બ્રહ્મ ચોરાસીના મુખ્ય દાતા નીલકંઠ જવેલર્સના કેતનભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ નંદલાલભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.