ગાભમારાની ઈયળ: હાલના સમયમાં મકાઇના પાકમાં મુખ્ય જીવાત તરીકે ટપકાંવળી લશ્કરી ઇયળ એટલે કે ફોલઆર્મીવોર્મ ઊભરી આવેલ છે, અને ગાભમારી ઇયળનો ઊપદ્રવ જોવા મળતો નથી અથવા નહિવત પ્રમાણમાં જોવા મળે છે. જે કુદરતમાં જીવતોની વસ્તીમાં કેવા ફેરફારો થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.
મકાઈમાં બે જાતની ગાભમારાની ઈયળ જોવા મળે છે જેમાં પ્રથમ જાતની ઈયળ (કાયલો) આછા સફેદ રંગની અને શરીર પર કાળા ટપકાં ધરાવે છે, જ્યારે બીજી જાતની ઈયળ(સીસેમીયા) રતાશ પડતી ભૂંગળી, કાળા માથાવાળી અને શરીર પર કાળા ટપકાં ધરાવે છે. આ ઈયળો સાંઠાના પાનની ભૂંગળીમાં કોચીને દાખલ થતી હોવાથી આ પાન ખુલતાં તેના પર સમાંતર કાણાં દેખાય છે.ત્યાર બાદ તે સાંઠાને કોરી ખાય છે જેન પરિણામે વચ્ચે ડૂંખ(દાંડી) સુકાઈ જાય છે, જેથી તેને ગાભમારાની ઈયળ કહેવામાં આવે છે. આ ઈયળો મકાઈના ડોડાને પણ નુકસાન કરે છે.
સંકલિત વ્યવસ્થાપન:
• મકાઈની જાતો જેવીકે નર્મદા મોતી, એચ.પી.ક્યુ.પી.એમ.-૧, જી.એ.વાય.એમ.એચ.-૧ અને જી.એ.ડબલ્યુ.એમ.એચ. ૨ વાવવાથી ઉપદ્રવ ઓછો જોવા મળે છે.
• મકાઈની વાવણી ૧૫ થી ૩૦ જૂન સુધીમાં કરવાથી ગાભમારાની ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે.તેનાથી વહેલી અથવા મોડી વાવણી કરવાથી તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
• એસીટામીપ્રીડ ૧૯.૫ + ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૯.૫ એફએસ ૧૦ મિ.લિ. પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ દીઠ પટ/માવજત આપવી. વાવેતર કરવું.
• મકાઈની સાથે પિંજર પાક તરીકે નેપિયર ઘાસ, જ્યારે વિશિષ્ટ ગંધ પેદા કરતી આકર્ષક પાક તરીકે ચાલપતી (ડેસ્મોડીયમ) લેવાથી જીવાતના પુખ્ત ફૂદાં પાકથી દૂર ધકેલે છે અનેપિંજર પાક તરીકે નેપિયર ઘાસ આ ફૂદાંને ઈંડા મુકવા માટે આકર્ષે છે. આ ઈંડા નેપિયર ઘાસનાભેજવાળા જીવરસના કારણે નાશ થાય છે. વધુમાં પિંજર પાકથી જીવાતના કુદરતી દુશ્મનોને પણ ઉત્તેજના મળે છે. આ વ્યૂહરચના પુશ-પુલ વ્યૂહરચના તરીકે ઓળખાય છે.
• જો બીજ માવજત આપી ન હોય તો કાર્બોફયુરાન ૩ સીજી ૩૩ કિ.ગ્રા. હેક્ટર પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે.
• પાકના ઉગાવા બાદ ૭ દિવસે ટ્રાઈકોગ્રામા ચિલોનિસ પરજીવી ૧ લાખ પ્રતિ હેક્ટરે છોડવા તેમજ ૧૦ થી ૧૨ દિવસે લીંબોળીના મીંજની ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો.
• લીમડા આધારિત તૈયાર જીવાતનાશક ૧૦ મિ.લિ.
(૫ ઇસી) થી ૫૦ મિ.લિ. (૦.૦૩ ઇસી)
૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
• બેસિલસ થુરિન્જીનેસીસ (બીટી) જીવાણુનો પાવડર ૨૦ ગ્રામ અથવા બ્યુવેરિયા બેસિયાના
ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• વાવણી બાદ ૨૦ થી ૨૫ દિવસે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ ટકા સીજી (દાણાદાર કીટનાશક) ૧૨.૫ કિ.ગ્રા./હે. ભૂંગળીમાં આપવી.
• થાયામેથોક્ષામ ૧૨.૬૦% + લેમ્બડા સાયહેલોથ્રીન ૯.૫૦% ઝેડસી ૨.૫ ગ્રામ અથવા ડાયમેથોએટ૩૦ ઇસી ૬.૬ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિ.લિ. ૧૦ લિટર પાણીમાંભેળવી ૨૦ થી ૨૫ દિવસે છંટકાવ કરવો. જરૂર જણાય તો ફરીથી ગણે તે એક કીટનાશક ૨૦ થી ૨૫ દિવસે છાંટણી.
મોલોઃ આ જીવાત નાની, પોચા શરીરવાળી, લંબગોળ આકારની અને પીળાશ પડતા રંગની હોય છે. તેના બચ્ચાં અને પુખ્ત એમ બંને નુકસાન કરે છે. શરૂઆતમાં છોડની ભૂંગળીમાં, પાન પર અને ત્યાર બાદ ચમરી પર રસ ચૂસી નુકસાન કરે છે. ચમરીથી આ જીવાતને લીધે પરાગરજ ઉત્પન્ન થતી નથી. વધુ ઉપદ્રવને લીધે છોડ નબળો પડી પીળો પડે છે. તેનાં શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરતો હોવાથી ઉપદ્રવ વાળા ભાગ પર કાળા રંગની ફૂગનો વિકાસ થાય છે, જે છોડને પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયામાં વિક્ષેપ પાડે છે.
સંકલિત વ્યવસ્થાપનઃ
• નાઈટ્રોજનયુક્ત ખાતરોનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો.
• ખેતરમાં રંગના ચીકણા પીંજર (યલો સ્ટીકી ટ્રેપ) પ્રતિ વિઘે ૩ થી ૪ પીળા ગોઠવવાથી તેના પર પાંખોવાળી મોલો ચોંટી જવાથી મોલોના ઉપદ્રવનો સમય અને પાંખોવાળી મોલોની વસ્તીમાં થતી વધઘટ જાણી શકાય છે.
• મોલો-મશીના અસરકારક વ્યવસ્થાપન માટે લીંબોળીના મીંજનોઅર્ક ૫ % (૫૦૦ ગ્રામ મીંજ/૧૦ લિટરપાણીમાં) સ્ટીકર ૦.૧% (૧૦મિ.લિ./૧૦ લિટર પાણી) પ્રમાણે ભેળવી પ્રથમ છંટકાવ મોલો-મશીની વસાહતની શરૂઆત થાય ત્યારે અને ત્યારબાદ બે છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવાની ભલામણ કરવામા આવે છે.
• થાયોમેથોકઝામ ૩૦ એફએસ ૬ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ ૩૦ ડબલ્યુએસ૬ મિ.લિ. પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ દીઠ પટ/માવજત આપવી. વાવેતર કરવું.
• જો વધુ ઉપદ્રવ હોય તો ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૧૨.૬૦% + લેમ્બડા સાયહેલોથ્રીન ૯.૪૦% ઝેડસી ૨.૫ ગ્રામ પ્રતિ કિલોગ્રામ એક હેક્ટરમાં ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
તીતીઘોડાઃ આ જીવાતના બચ્ચાં પાંખ વગરના, પીળા રંગના અને લાલાશ પડતા બદામી રંગના ટપકાં ધરાવતા હોય છે. તેનો વિકાસ થતાં અવિકસિત પાંખો ધરાવે છે અને લીલો રંગ ધારણ કરે છે. પુખ્ત તીતીઘોડા પાંખોવાળા, મધ્યમ કદના હોય છે. તે લીલા રંગના અને પાછળના ભાગે ભૂરાશ પડતા હોય છે. તેના પૂર્ણ વક્ષ પર કાળી લીટીઓ હોય છે. બચ્ચાં શેઢા-પાળા પર ઉગેલ ઘાસ ખાય છે. ત્યાર બાદ ખેતરમાં વાવેલા પાકના પાન તેમજ કુમળી ડૂંખો ખાઈને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો છોડના બધા જ પાન ખવાઈ જતા માત્ર નસો જ જોવા મળે છે.
સંકલિત વ્યવસ્થાપનઃ
• ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા સુષુપ્ત ઈંડાના સમૂહ ઉપરની સપાટી પર આવતા તાપ અથવા પરભક્ષીઓથી નાશ પામે છે.
• શેઢા-પાળા ચોખ્ખા રાખવાથી બચ્ચાંનો સહેલાઈથી નિયંત્રણ કરી શકાય.
• શરૂઆતમાં શેઢા-પાળા પર ક્વીનાલફોસ ૧.૫ ટકા ભૂકી છાંટવી જેથી બચ્ચાં નાશ પામશે.
• ખેતરમાં તાપણાં કરવાથી અમુક અંશે આ જીવાતનો નાશ કરી શકાય.
• મકાઈના પાકમાં લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી ઊભા પાકમાં છાંટવાથી તીતીઘોડા પાનને ખાવાનું પસંદ કરશે નહિ.
• ખેતરમાં ઉભા પાકમાં ઉપદ્રવ જણાય તો હેક્ટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણમાં ઉપરોક્ત ભૂકીરૂપ કીટનાશક અથવા ફિનવાલેરેટ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.(ક્રમશ)