અમરેલી જિલ્લામાં અકસ્માત અને આત્મહત્યા જેવા જુદા જુદા બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા.મૂળ મધ્ય પ્રદેશના અને હાલ લાઠીના ભીંગરાડ ગામે વાડીએ રહેતા દિનેશભાઈ ફતુભાઈ મોહનીયા (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, નરૂભાઈ ફતુભાઈ મોહનીયા (ઉ.વ.૨૭)નું ઇગોરાળા ગામ જવાના રસ્તે તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. બીજા બનાવમાં વિનેશભાઈ દુદાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, ચાંચ ગામે રહેતા ભોજાભાઈ દુદાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫)નું ગળાફાંસો ખાઈ લેવાના કારણે મોત થયું હતું. ત્રીજા બનાવમાં બાબરાના પાનસડા ગામે રહેતા જેરામભાઈ રમેશભાઈ ટોળીયા (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા રમેશભાઈ દેવશીભાઈ ટોળીયા (ઉ.વ.૫૭) માલઢોરના વાડામાં પાણીની ટાંકી ભરતા હતા, તે વખતે
ચક્કર આવતાં પડી જવાથી જમીન પર પડેલો પથ્થર માથાના પાછળના ભાગે વાગતાં તેમનું મરણ થયું હતું.









































