અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. આ વર્ષે વિવિધ સ્પર્ધાઓમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. તાલુકા કક્ષાએ ચિત્રકલા અને ભરતનાટ્યમ ૨૧ થી ૫૯ વર્ષની વયજૂથમાં પણ યોજાશે. લોકગીત અને ભજન સ્પર્ધા અલગ રાખવામાં આવી છે. ગરબામાં અર્વાચીન અને પ્રાચીન ગરબા એમ બે શ્રેણી રહેશે. જિલ્લા કક્ષાએ સર્જનાત્મક કારીગરી અને કથ્થક સ્પર્ધા પણ ૨૧ થી ૫૯ વર્ષના કલાકારો માટે યોજાશે. કુચીપુડી અને ઓડીસી નૃત્ય સ્પર્ધાઓ પણ આ વયજૂથમાં યોજાશે. વધુ માહિતી માટે કલાકારો તાલુકા કન્વીનર અથવા જિલ્લા કચેરીનો સંપર્ક કરી શકશે.


































