લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારી જીલ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં હોસ્પિટલની આરોગ્યલક્ષી સેવાઓ, દર્દીઓને મળતી સુવિધાઓ તથા વહીવટી અને વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જરૂરી સુવિધાઓમાં વધારો કરવા તેમજ ઉપલબ્ધ વ્યવસ્થાઓને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા થઈ હતી. હોસ્પિટલના સર્વાંગી વિકાસ માટે જરૂરી કામગીરી અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. દર્દીઓ અને તેમના પરિવારજનોને અગવડ ન પડે તે માટે જરૂરી કામગીરીને પ્રાથમિકતા આપવા માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં મામલતદાર વાડા, CHC અધિક્ષક ડો. ડી.પી. ગાંધી, ડો. એ.આર. પ્રકાશ, તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી સહિત અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.