અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લેઉવા પટેલ ટ્રસ્ટ માધ્યમિક મિશ્ર શાળા અને લેઉવા પટેલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક મિશ્ર શાળા, અમરેલી ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્પર્ધાઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવાનો હતો.શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ) ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોહિબિશન વિભાગના અવનિબેન દવે તથા સરવૈયા ધર્મિષ્ઠાબેન તેમજ ર્જીંય્ વિભાગના જીઝ્ર ચૌહાણ સર અને છઇ ચૌહાણ સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ક્રમ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઈનામનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.