“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત બગસરા નગરપાલિકા દ્વારા સફાઈમિત્રોની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણ માટે “સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર” યોજાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ ગોંડલિયા તથા ચીફ ઓફિસર એચ.એ. કાતરીયા ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં સફાઈમિત્રો અને તેમના આશ્રિતોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ પાત્ર લાભાર્થીઓને વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ અપાયો હતો. સફાઈ કામગીરી દરમિયાન સુરક્ષા માટે સફાઈમિત્રોને PPE કિટ અને પ્રોટેક્ટિવ ગિયરનું વિતરણ કરાયું હતું. ઉપરાંત સફાઈ કર્મચારીઓનું સન્માન, સંવાદ અને મનોરંજક રમતોનું આયોજન કરાયું હતું. નગરપાલિકાના પદાધિકારીઓ, સદસ્યો, અધિકારીઓ, સફાઈમિત્રો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.









































