ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે, તા. ૦૧ ઓક્ટોબર ૨૦૨૬ ગુરુવારના રોજ અમરેલી જિલ્લાના પ્રવાસે આવશે. સવારે ૦૬.૩૦ કલાકે અમરેલીમાં સોમનાથ મહાદેવ મંદિર ગઢની રાંગથી પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં જોડાશે. ત્યારબાદ ૦૯.૪૫ કલાકે કુંકાવાવની કન્યાશાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૧૧.૧૫ કલાકે બગસરાના સ્વામિનારાયણ મંદિર ખાતે ટિફિન બેઠકમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બપોરે ૦૨.૧૫ કલાકે અમરેલીની હોટલ એન્જલ લોડર્સમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંવાદ કરી રવાના થશે