ઇફકો (IFFCO)ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)ના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તેમના સન્માનમાં જિલ્લા ભાજપ તથા ટીમ સહકાર દ્વારા ભવ્ય સ્વાગત, સન્માન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શનિવાર, તા. ૦૩-૧૦-૨૦૨૬ના રોજ બપોરે ૩ઃ૩૦ કલાકે ઈશ્વરીયા (મોટા બાની વાડી) ખાતેથી ભવ્ય બાઈક રેલીનું પ્રસ્થાન થશે. રેલી ઈશ્વરીયાથી નીકળી અમરેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને જિલ્લા ભાજપ કાર્યાલય સુધી પહોંચશે. ત્યારબાદ કાર્યાલય ખાતે જાહેર સભા અને સંબોધનનો કાર્યક્રમ યોજાશે. આયોજકોએ સહુ કાર્યકરો અને નાગરિકોને ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારવા અને આ આનંદની ક્ષણોના સાક્ષી બનવા હાર્દિક અપીલ કરી છે.








































