શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ- વિદ્યાસભા, અમરેલી ખાતે વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ, દારૂ સહિતના નશીલા પદાર્થોથી થતા શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં માય ભારત વિભાગના અધિકારી રાકેશભાઈ બિશનોય ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા નશામુક્તિના સંદેશ સાથે નાટકો, પીએટ્રી ડાન્સ, ડિબેટ, કલાલેખન, રંગોળી, ચિત્રકલા અને સ્લોગન સ્પર્ધા યોજાઈ હતી. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ યુવાનોને નશાથી દૂર રહી સારા વિચારો અને સારા સંકલ્પો અપનાવવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવાની શપથ લઈ સમાજને નશામુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.








































