અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કાલેજની NSS સ્વયંસેવિકા ભાદરકા રેણુની સ્ટેટ લેવલ પ્રિ-RD પ્રક્રિયા બાદ વેસ્ટ ઝોન પ્રિ-RD કેમ્પ માટે પસંદગી થઈ છે. આ ઉપલબ્ધિ અંતર્ગત તે હૈદરાબાદ ખાતે આયોજિત ૧૦ દિવસીય કેમ્પમાં ભાગ લેશે, જ્યાં તેને દેશભરના સ્વયંસેવકો સાથે પરેડ, તાલીમ, શિસ્ત, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય એકતા અને સામાજિક જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓનો અનુભવ મળશે. કાલેજ તથા NSS વિભાગનું ગૌરવ વધારનારી આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયક બનશે. આ વિશેષ સિદ્ધિ બદલ કાલેજના સમગ્ર ટ્રસ્ટીમંડળ, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા. વિલાસબહેન સોરઠિયા, NSS પ્રોગ્રામ આૅફિસર ડા. નિરૂપા ટાંક, શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થિનીઓએ રેણુને હાર્દિક અભિનંદન પાઠવી આગામી કેમ્પ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.