સાવરકુંડલા ખાતે કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ તથા સાવરકુંડલા મહાત્મા ગાંધીજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધીજી અતિથિ ગૃહના સંયુક્ત ઉપક્રમે ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે તા. ૨ ઓક્ટોબરે વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે ૮ઃ૩૦ કલાકે પ્રાર્થનાથી કાર્યક્રમનો પ્રારંભ થશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અધ્યક્ષસ્થાને અને નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. બાલભવન, અમરેલીની કલાવૃંદ ટીમ ગાંધી ગીતોની રજૂઆત કરશે. પ્રાધ્યાપક રમઝાનભાઈ હસણીયા ‘મોહનથી મહાત્મા સુધીની યાત્રા’ વિષય પર પ્રવચન આપશે. ત્રણ નવા પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે. સાંજે ૫ઃ૩૦ કલાકે ખાદી કાર્યાલય ખાતે પ્રાર્થના યોજાશે.








































