‘વિકસિત ભારત ૨૦૪૭’ અભિયાન અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની ઉચ્ચતર માધ્યમિક વિભાગની વક્તૃત્વ સ્પર્ધામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની દુધાત ક્રિષ્ના વિપુલભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ક્રિષ્નાએ વિકસિત ભારતનું સ્વપ્ન, યુવાનોની ભૂમિકા અને રાષ્ટ્રીય વિકાસ જેવા વિષયો પર પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું.હવે તે અમરેલી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીનીની સફળતા બદલ નૂતન કેળવણી મંડળના હોદ્દેદારો, શાળાના આચાર્ય, સુપરવાઈઝર તથા સમગ્ર શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.


































