રાજ્ય સરકારના ‘‘નાગરિક સુધી સરકાર’’ અભિગમને સાર્થક કરતા રાજુલા તાલુકાના કોટડી ગામે ‘સેવાસેતુ ૨.૧’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવાસેતુ અંતર્ગત ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ પરથી વિધવા સહાય, વૃધ્ધ સહાય, આવકના દાખલા, આરોગ્ય અને પી.એમ. સૂર્યઘર યોજના સહિતની સેવાઓનો ૨૩૦ નાગરિકોએ સીધો લાભ મેળવ્યો હતો. તંત્રે ઝડપી કામગીરી કરીને ૧૩ વિધવા બહેનોની સહાય અને ૬ નિરાધાર વૃધ્ધોના પેન્શન કેસ સ્થળ પર જ મંજૂર કર્યા હતા. ગ્રામીણ વિસ્તારના લોકોને એક જ સ્થળે તમામ સરકારી સેવાઓ ઉપલબ્ધ થતાં અરજદારોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.






































