મહિલા સશક્તિકરણ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી અમરેલી ખાતે ‘દિવાળી મહોત્સવ મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત આ મેળો ૨૮ ઓક્ટોબરથી ૪ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન ચિતલ રોડ પર આવેલા નૂતન સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ આયોજિત આ મેળામાં સખી મંડળની બહેનો દ્વારા નિર્મિત હેન્ડીક્રાફ્‌ટ, હેન્ડલૂમ, દિવાળી ડેકોરેશન, દીવા, ગિફ્‌ટ પેક, ખાદ્ય સામગ્રી અને પરંપરાગત વસ્ત્રોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. દિવાળીના તહેવાર ટાણે મહિલા સ્વ-સહાય જૂથોના ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચે તેવા હેતુ સાથે યોજાનારા આ ૮ દિવસીય મેળાનો મહત્તમ લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.