અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સતત બફારા બાદ ધારી તાલુકાના ખીચા, દેવળા, મોણવેલ, નવાગામ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તો બગસરા પંથકમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. દરમિયાન ધારી તાલુકાના બોરડી ગામે ખેતરમાં કામ કરી રહેલા ૩૨ વર્ષીય મજૂર પર વીજળી પડતાં તેનું મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.