ધારી નવી વસાહત સ્થિત ગણેશ સોસાયટીની આંગણવાડી નંબર ૧૧૬ ખાતે ‘આંગણ ઉત્સવ’ યોજાઈ ગયો. આ પ્રસંગે સી.ડી.પી.ઓ. સોનલબેન ડોબરીયા, ધારી નગરપાલિકાના સદસ્ય ઇલુભાઈ બ્લોચ, જયરાજભાઈ ધાખડા, જીતુભાઈ પાઘડાલ સહિતના આગેવાનો અને સ્થાનિક મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જીતુભાઈ પાઘડાલ તરફથી બાળકોને વોટર બોટલ ભેટ આપવામાં આવી હતી. જ્યારે જિલ્લા મહિલા મોરચાના સરોજબેન દેવમુરારી તથા સોનલબેને સગર્ભા બહેનો અને કિશોરીઓને માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. આંગણવાડી વર્કર અલ્પાબેન જોશી અને હેલ્પર કિરણબેન ચૌહાણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.