રોજગાર અને તાલીમ નિયામકની કચેરી હસ્તકની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), ધારી ખાતે તા. ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.હીમખીમડી, તુલસીશ્યામ રોડ પર આવેલા આઈ.ટી.આઈ. પરિસરમાં યોજાનારા આ મેળામાં રાજકોટની પ્રખ્યાત ‘ઓર્બિટ બેયરિંગ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ’ કંપની દ્વારા ઉમેદવારોની પસંદગી કરાશે. આ ભરતીમાં ફિટર, ટર્નર, વેલ્ડર, ડીઝલ મિકેનિક અને મિકેનિકલ ટ્રેડ્‌સના પાસઆઉટ તાલીમાર્થીઓ ભાગ લઈ શકશે.પસંદગી પામેલા ઉમેદવારોને માસિક રૂ. ૧૫,૫૦૦ થી રૂ. ૧૮,૦૦૦ સુધીનો પગાર આપવામાં આવશે. રસ ધરાવતા તાલીમાર્થીઓએ પોતાના ઓળખકાર્ડ તથા શૈક્ષણિક લાયકાતના મૂળ અને નકલ દસ્તાવેજો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.