રાજુલાના જુની બારપટોળી ગામમાં માનસિક બીમારીનો ગેરલાભ લઈ પડોશીઓએ ઘરમાંથી સોનાના દાગીના લઈ લીધા હોવાની રજૂઆત પોલીસમાં કરવામાં આવી હતી. પ્રતાપભાઈ ભીખાભાઈ કોટીલાએ તિજોરી તપાસતા સોનાના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હ્યુમન સોર્સની મદદથી ખરાઈ કર્યા બાદ પડોશીઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછમાં દાગીના પોતાની પાસે હોવાની કબૂલાત થતાં પોલીસે ચાર તોલાનો પંજો, બે તોલાનું મંગળસૂત્ર અને ડોઢ તોલાનો ચેન પરત મેળવ્યો હતો. જ્યારે અન્ય દાગીના વેચી દીધા હોવાનું ખુલતાં રોકડ રકમ પણ કબજે કરી હતી. કુલ રૂ.૧૫ લાખનો મુદ્દામાલ મેળવી અરજદારને પરત સોંપવામાં આવ્યો હતો.







































