લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન-૪ની સૂચના અનુસાર લોહાણા મહાજન ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા તાલુકા પ્રમુખ વિજયભાઈ વસાણીની આગેવાની હેઠળ લોહાણા મહાજન વાડી ખાતે જી.કે. એક્ઝામ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોહાણા સમાજના ૭૪ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ માધવાણી, ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળા, ટ્રસ્ટી હાર્દિકભાઈ ખીમાણી તથા પીન્ટુભાઈ વડેરા સહિતના આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું. કારોબારી સભ્યો અને તાલુકા વિભાગના સભ્યોએ પણ જહેમત ઉઠાવી હતી. સૌના સાથ-સહકારથી પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. અંતે ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

































