અમરેલી તેલ મિલ મંડળની એક મહત્વની બેઠક ખોડલધામ પાર્ટી પ્લોટ ખાતે ભુપતભાઈ મેતલીયા અને કાળુભાઈ ભંડેરીના પ્રમુખપદ હેઠળ યોજાઈ હતી. આ બેઠકમાં સંસ્થાના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ મેતલીયા અને ઉપપ્રમુખ કાંતિભાઈ વઘાસીયા નિવૃત્ત થતા નવી કારોબારી સમિતિના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સર્વાનુમતે થયેલી નિમણૂંકમાં કનુભાઈ ગોજારીયાને સંસ્થાના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ ડોબરીયા, મંત્રી તરીકે પ્રવિણભાઈ ફીણાવા અને ખજાનચી તરીકે સંજયભાઈ દેસાઈની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકમાં જયવંતભાઈ ફીણાવા, વિનુભાઈ ડોબરીયા, ગુલાબભાઈ દુધાત, ચિરાગભાઈ ગજેરા, જયસુખભાઈ કાવઠીયા, સુભાષભાઈ કુકડીયા, સુરેશભાઈ ગોજારીયા,નાથાભાઈ ભંડેરી, બ્રિજેશભાઈ કુકડીયા, રાજેશભાઈ મેતલીયા, અનિલભાઈ મેતલીયા, જગદીશભાઈ ફીણાવા,અશોકભાઈ જાવીયા, મયંકભાઈ નવાપરીયા, ચિરાગભાઈ કાબરીયા, વિરલભાઈ કાબરીયા, પરશોતમભાઈ રૂડાણી, ભરતભાઈ કોઠીયા, બટુકભાઈ ઘાડીયા, બિજેન્દ્રભાઈ મેતલીયા, જેનીથભાઈ ફીણાવા, કીરીટભાઈ કાવઠીયા, જયભાઈ ફીણાવા, મનસુખભાઈ તળાવીયા, સંજયભાઈ રજાડીયા, વિરલભાઈ બોરસાણીયા, સાગરભાઈ ભંડેરી, ચંદુભાઈ મેતલીયા, હરેશભાઈ કડેવાલ, કાળુભાઈ શેરા, શૈલેન્દ્રસિંહ સરવૈયા, જયંતિભાઈ મેતલીયા, ભાવેશભાઈ ઉભડા, જીજ્ઞેશભાઈ વઘાસીયા, નિલેશભાઈ સાકરીયા, પિયુષભાઈ ડોબરીયા, પ્રફુલભાઈ કિરણ, ઘનશ્યામભાઈ માયાણી, તેજસભાઈ કુકડીયા, મિલનભાઈ ગોલ, મહેશભાઈ વિરપરા, રતીભાઈ ઘોરી, કિશોરભાઈ શેરા, બ્રિજેશભાઈ વિરપરા, અશોકભાઈ બાવળીયા સહિતના સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખે તમામ લોકોનો આભાર માન્યો હતો. અને કોઈપણ પ્રશ્નનું નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેવો સભ્યોને વિશ્વાસ કનુભાઈ ગોજારીયાએ આપ્યો હતો.
મંડળના તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવ નિયુક્ત પ્રમુખ કનુભાઈ ગોજારીયાએ તમામ સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે નવી કારોબારી સંસ્થા અને વેપારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે. વેપારીઓના કોઈપણ પ્રશ્નો કે સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.


































