અમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ તાલુકાના વડિયા PGVCL હેઠળ આવતા બાટવા દેવળી ગામમાં તમામ વીજ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવી અનોખી પહેલ કરવામાં આવી છે. વડિયા PGVCLના ડેપ્યુટી ઈજનેર ડી.ડી. મારુના માર્ગદર્શન તથા સરપંચ યતીન નાગાણી અને ગ્રામજનોના સહકારથી ગામના કુલ ૫૧૨ કનેક્શનમાં ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં ૪૭૨ ઘર, ૨૮ દુકાનો તેમજ ગ્રામ પંચાયત, વોટર વર્કસ, સ્ટ્રીટલાઈટ, આંગણવાડી અને સરકારી દવાખાનાનો સમાવેશ થાય છે. ગ્રાહકોએ કોઈ વિરોધ વગર સ્વેચ્છાએ સ્માર્ટ મીટર લગાવડાવ્યા હતા. વિલેજ હેલ્પર આર.એલ. બાલાપરીયા સહિતના કર્મચારીઓએ પણ કામગીરીમાં જહેમત ઉઠાવી હતી.