રાજુલા તાલુકાના ખાખબાઈ ગામેથી એક યુવતી કોઈને કહ્યા વિના ઘરેથી ચાલી નીકળી હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવ સંદર્ભે યુવતીના પિતા ખીમજીભાઈ કાળાભાઈ બાબરિયા (ઉં.વ.૬૦)એ નોંધાવેલી જાહેર વિગત મુજબ, તેમની પુત્રી જયાબેન (ઉં.વ.૩૩) ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. પરિવારજનો દ્વારા સગા-સંબંધીઓમાં તથા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતાં આખરે રાજુલા પોલીસને જાણ કરવામાં આવી હતી.આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.જે. કાતરિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.




































