સાવરકુંડલા શહેરની નાગનાથ સોસાયટી ખાતે ગતરોજ એક વાછરડું ગંભીર રીતે ઘાયલ અને વેદનાથી તરફડતું મળી આવ્યું હતું. સ્થાનિક રહીશોએ દેવળા ગેટ સ્થિત કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ રાજુભાઈ બોરીસાગરનો સંપર્ક કરતા તેમણે તાત્કાલિક પશુ ચિકિત્સકોને જાણ કરી હતી. તબીબી ટીમે ધોમધખતી બપોરે ઘટનાસ્થળે પહોંચી વાછરડાને જરૂરી સારવાર આપી હતી. ગૌશાળાની આ કામગીરીની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે ગૌશાળા સરકારી સહાય વગર જીવદયા પ્રેમીઓના સહયોગથી ચાલે છે.