જાફરાબાદ તાલુકાના ટીંબી મુકામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે બેસીને શ્રવણ કર્યું હતું. આ સાથે હાલમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ અભિયાનને સફળ બનાવવા જરૂરી આયોજન અંગે પણ ચર્ચા કરી હતી.





































