ખાંભા ખાતે નવી ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ કાર્યનું ધાર્મિક વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. ૪૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર આ કચેરીથી ગ્રામજનોને પંચાયતની વિવિધ સેવાઓ સરળતાથી મળી રહેશે. પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા સહિત સરપંચ, પૂર્વ સરપંચો, તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, ભાજપના મહામંત્રી, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી.






































