ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી દ્વારા “સેવાના રંગ, રાષ્ટ્રના સંગ“ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યક્તિગત અને ગ્રુપ એમ બે વિભાગ રાખવામાં આવ્યા છે. વિકસિત ભારતજ્ર૨૦૪૭, મેક ઇન ઇન્ડિયા સહિતની આઠ થીમમાંથી કોઈ એક પર, માત્ર કુદરતી સામગ્રી વાપરીને રંગોળી તૈયાર કરવાની રહેશે. વિજેતાઓને રૂ. ૨,૫૦૦ થી ૧૫,૦૦૦ સુધીના પુરસ્કારો અપાશે. ભાગ લેવા ઈચ્છુકોએ આપેલ લિંક પર રજીસ્ટ્રેશન કરી, તૈયાર કૃતિ તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૧૦ કલાકે વિધાનસભા સંકુલ, લાઠી રોડ, અમરેલી ખાતે લાવવાની રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.