શિયાળુ પાકોનું વાવેતર જ્યારે ઠંડી પડવાની શરૂઆત થાય અને ભલામણ કરેલ સમયે વાવેતર કરવું. બિયારણ આગાઉથી મેળવી લેવું.
• જે પાકો ચોમાસામાં પૂરું વળતર આપે તેમ ન હોય તો તેને કાઢી અર્ધ શિયાળુ પાકનું વાવેતર તુરંત કરવું.
તુવેરઃ
•જ્યારે ભુકારૂપ દવાઓમાં મિથાઇલ પેરાથીઓન, કાર્બારીલ અને ક્વિનાલફોસ અસરકારક જોવા મળેલ છે.
• તુવેરમાં ફુલ બેસવાની શરૂઆત થયે, ૫૦% છોડ પર ફુલ બેસે ત્યારે અને ૫૦% છોડ પર શીંગો બેસે ત્યારે લીંબોળીના મીંજનો અર્ક છાંટવો.
• તુવેરની શીંગમાખી નિયંત્રણમાટે તુવેરના ખેતરમાં ૫૦% છોડ પર શીંગો બેસે ત્યારે ક્વિનાલફોસ અથવા ડાયમિથોએટ છંટકાવ કરવો. ફેનવાલેરેટ ૦.૪% ભુકી ૨૫ કિ.ગ્રા./હે જરૂર જણાય તો ૨૦ દિવસે બીજો છંટકાવ કરવો.
• ૫૦ % ફૂલ બેસવાની અવસ્થાએ ત્યાર બાદ ૧૫ દિવસે ડાયક્લોરોફોસ ૫ મીલી, પેલીટ્રોન સી – ૧૨ મીલી અથવા એસીફેટ – ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
કપાસઃ
લીલો સુકારોઃ
• ઘણા સમયથી વરસાદનો અભાવ અને તાપમાન ઘણું વધારે હતુ. ત્યારબાદ અચાનક વરસાદ આવ્યો એટલે અચાનક છોડ લીલે લીલો સુકાવા લાગ્યો.
• છોડમાં આ કોઈપણ પ્રકારનો રોગ નથી કે કોઈપણ તત્વોનો અભાવ નથી.
• એટલે જમીનમા કોઈ પણ ફૂગનાશક, જુંતુનાશક કે અન્ય કંઈપણ પાવાથી કોઈપણ પ્રકારની રાહત થતી નથી માટે ખેડૂતોએ આમા ખોટો ખર્ચ કરવો નહીં.
• છંતા આ ઉપાય કરશું
• હવે અત્યારે પહેલુ તો કામ વરસાદ જાય એટલે એક મૂકીને એક પિયત આપી દેવુ જોઈએ.
• બીજુ સારા છોડ દેખાય છે એ બચાવવા એના મૂળના વિકાસ માટે હ્યુમીક એસીડ અથવા માઇક્રોરાઝા આપવુ..
• પીળા થઈને સુકાઈ જતા છોડ માટે ટ્રાઈકોધન-FNS ને ૧૦૦ ગ્રામ/પુંપ નાખીને ડ્રેન્સિંગ કરવુ.
• કપાસની ફૂલ અને જીંડવાની અવસ્થાએ ૧ ટકા (૧૯-૧૯-૧૯ ના. ફો. પો.) નો છંટકાવ કરવો.
• પિયત સાથે યુરિયા અથવા સલ્ફરયુક્ત ખાતર આપવુ પિયત પાકને વરસાદ બંધ થયા પછી ૧૫ દિવસ પછીથી જરૂરીયાત મુજબ
પિયત આપવું.
• કપાસ તૈયાર થયે વહેલી સવારે વીણી કરી, ભેજ ઉડી જાય ત્યારે સુકી જગ્યામાં સંગ્રહ કરવો.
કપાસની વાવણી બાદ ૯૦ દિવસે ઇથરેલ ૫૦ પી.પી.એમ. (૨-૩મિ.લિ./૧૦ લીટર) પાણીમાં નાખી
છંટકાવ કરવો.
દિવેલાઃ
• થ્રીપ્સ, તડતડીયા, સફેદ માખીના નિયંત્રણ માટે ડાયમીથોએટ (૦.૦૩%) ૧પ મીલી ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. સફેદમાખીના નિયંત્રણ માટે એસીફેટ ૧પ ગ્રામ અથવા ઈથીઓન (૦.૦પ%) ર૦ મીલી અથવા લીબોડીનું તેલ પ૦ મીલી ડીટરજન્ટ પાવડર ૧૦ ગ્રામ ૧૦ લીટર
પાણીમાં ઓગાળી છંટકાવ કરવો
રાઈઃ
• રાઈના પાકની વાવણી આૅકટોબર માસની આઠમી તારીખથી એકત્રીસ તારીખ સુધીમાં જયારે દિવસના ગરમીનું પ્રમાણ ઓછુ હોય ત્યારે કરવાથી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જયારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાકની વાવણી આૅકટોબર માસના પ્રથમ પખવાડિયામાં કરવા ભલામણ થયેલ છે.
• રાઈની વાવણી ૧પ ઓકટોમ્બર બાદ દિવસનું તાપમાન ૩૦ સેન્ટીગ્રેડથી ઓછું થાય ત્યારે કરવી. મોડી વાવણી કરતાં ભુકી છારો તથા મોલોમસીનો ઉપદ્રવ થતાં ઉત્પાદન ઘટે છે
• વાવણી માટે ભલામણ કરેલ રાઈ વરૂણા , ગુ.રાઈ-૧, ગુ.રાઈ-ર, ગુ.રાઈ-૩ અને ગુ.દાં.રાઈ-૪ જાતોનું પ્રમાણિત બીજ વાપરવું.
• ભેજ હોય ત્યારે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજનઅને ૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ ડી.એ.પી. અને ૩૩ કિલોગ્રામ યૂરિયા અથવા ૭૬ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર જમીનમાં ઓરીને આપવું.
મિશ્ર પાક પધ્ધતિ ઃ
રાઈ સાથે રજકાનો (બીજ માટે) મિશ્ર પાક લેવો જેમાં રાઈનું ૩.પ કિ.ગ્રા. બીજ અને રજકાનું પ કિ.ગ્રા. બીજ મિશ્ર કરી ચાસમાં વાવણી કરવી. અથવા રાઈને પ્રથમ પિયત આપતી વખતે હેકટરે પ કિ.ગ્રા. રજકાનું બીજ ઉભા પાકમાં પુખીને વાવવું, રાઈની કાપણી પછી રજકાની (લીલુ ઘાસ ) કાપણી કરી હેકટરે ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન આપી પિયત આપવું અને બીજ ઉત્પાદન માટે છોડી દેવો.
અજમો ઃ બિયારણનો દર ૩.૫ કિલોગ્રામ પ્રતિ હેકટર રાખવો. અજમાની વાવણી માટે હંમેશાં વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાત ગુજરાત અજમો-૧ અને અજમો-૨ ની પસંદગી ક૨વી જોઈએ.
અજમામાં ખાતર ૨૦+૨૦+ ૦૦ ના.ફો.પો કિલો/હે આપવું.
મેથીઃ ગુજરાત મેથી ૧ અને ૨ નું વાવેતર કરવું તેમજ ખાતર માટે પાયાના ખાતરોમાં ૨૦-૪૦ ના.ફો.હે અને ગંધક ૧૦ કિગ્રા ગંધક/હે પાકની વાવણીના ૨૦ થી ૨૫ આપવું.
ડાંગરઃ
• ઓરાણ ડાંગરમાં ૫૦ ટકા કંટી નીકળ્યા બાદ પાંચ અઠવાડીયે ડાંગર પીળી દેખાય ત્યારે કાપણી કરવાથી ૪૫ ટકા વધુ ઉત્પાદન અને ૪૭ ટકા આખા ચોખાનો ઉતાર મળે છે
બાજરાઃ
• અર્ધશિયાળુ ઋતુમા સંકર બાજરાનુ વાવેતર કરતા ખેડુતોનુ મહતમ ઉત્પાદન અને નફો મેળવવા બાજરાની વહેલી પાકતી જાત જી.એચ.બી. ૫૩૮ અથવા અર્ધશિયાળુ પ્રચલીત જાતનુ વાવેતર ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠ્‌વાડિયામાં કરવું.
જુવાર :
• ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.
• દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
મકાઈઃ
• મકાઈ સ્વીટકોર્ન હાઈબ્રીડ જીએએસસીએચ – ૧૧ (મધુરમ) રવિ ઋતુમાં વાવેતર માટે ભલામણ છે. આ ગાભમારાની ઈયળ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
રાજમાં ગુજરાત રાજમાં – ૧ નું વાવેતર કરો.
રજકો રજકો ઃ ટી – ૯ ગુજરાત રજકો – ૧ એસ.એસ – ૬૨૭ અથવા આંણદ રજકો – ૩ નું વાવેતર કરો.
શાકભાજીઃ
• શિયાળુ શાકભાજીના તૈયાર થયેલી ધરૂઓની ફેર રોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા.
• રવિ ઋતુમાં શાકભાજી પાકો માટે ધરૂવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી. શાકભાજીના પાકમાં બિયારણને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ અવશ્ય આપવો.
• ટામેટા જૂનાગઢ રૂબી, ગૂજરાત ટમેટા-૨, આણંદ ટમેટા-૩ અને ગૂજરાત આણંદ ટમેટા-૪ નું વાવેતર કરવું.
• ટમેટાના પાકમાં જરૂર જણાય તો મલ્ટીમાઇક્રોન્યુટ્રીયન્ટ પ્રવાહી ગ્રેડ-૪ ના ટકા દ્રાવણના ૪૫,૬૦ અને ૭૫ દિવસે છંટકાવ કરવો.
• ટામેટામાં લીલી ઈયળનાં નિયંત્રણ માટે ફેનવેલેરેટ ૨૦ઈ.સી. ૭ મિ.લી. સાયપરમેથ્રીન ૧૦ઈ.સી. ૭ મિ.લી. કાર્બારિલ ૫૦વે.પા. ૪૦ગ્રામનોઉપયોગ કરવો.
• મરચીમાં એસ-૪૯, જ્વાલા અથવા જી-૪ તેમજ જીવીસી -૧૨૧ ના વાવેતર માટે ભલામણ છે.
• રીંગણના રાસાયણિક દવાઓમાં ડેલ્ટામેથ્રીન + ટ્રાયઝોફોસ ૦.૦૩૬ ટકા (૧૦ મિ.લી. / ૧૦લિટર પાણી), ઈન્ડોકઝાકાર્બ ૦.૦૧૪૫ ટકા (૧૦મિ.લી./૧૦ લિટર પાણી) અથવા કિવનાલફોસ ૦.૦૫ ટકા (૨૦મિ.લી./૧૦ લિટર પાણી) પૈકી કોઈ પણ એક દવાનો છંટકાવ વારાફરતી કરવો.
• લસણ ઃ ગુજરાત લસણ –૫ અથવા ૭નું વાવેતર.
• તરબૂચના પાનકોરીયાના નિયંત્રણ માટે સાયાન્ટ્રામિલીપ્રોલ ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો બીજો ૧૫ દિવસે કરવો.
લસણઃ
• વાવેતર માટે ગુજરાત લસણ-૧ (સફેદ જાત) અને ગુજરાત લસણ-૧૦ (લાલ જાત), ગુજરાત લસણ-૨, ગુજરાત લસણ-૩, ગુજરાત લસણ-૪,જી-૪૧, જી-૫૦,જી-૨૬૨, જી-૩૨૬ પૈકી કોઈપણ એક જાતની પસંદગી કરવી.
• પાકનું વાવેતર ઓકટો- નવેમ્બર માસ દરમ્યાન કરવું. વાવેતર વખતે હેક્ટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૦૯ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૨ કિલોગ્રામ યુરિયા અથવા ૨૭ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું અને ૮૦ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું.
ડુંગળીઃ
• રવિ ઋતુમાં લાલ ડુંગળી માટેપૂસા રેડ,જીજેઆરઓ-૧૧તેમજ સફેદ ડુંગળી માટે ગુજરાત સફેદ ડુંગળી-૧, જીજેડબ્લ્યુઓ-૩.ઉપરાંત નાસિક-૫૩,જુનાગઢ લોકલ (પીળીપતી)નું વાવેતર કરવું
• ડુંગળી કંદના ઉત્પાદન માટે હેકટર દીઠ ૩૭.૫ કિલોગ્રામ નાઈટ્રોજનને ૩૭.૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૮૧ કિલો ડી.એ.પી. અને ૫૦ કિલોગ્રામ યુરીયા અથવા ૧૧૫ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર ફેર રોપણી કરતી વખતે પાયાના ખાતર તરીકે આપવું.
• ડુંગળી બીજના ઉત્પાદન માટે પાકનું વાવેતર ૧૫ ઓકટોબર થી ૧૫ નવેમ્બર સુધીના સમયગાળામાં કરવું.
• ડુંગળી બીજ ઉત્પાદન માટે હેકટર દીઠ ૩૭.૫ કિલોગ્રામ નાઈટ્રોજન, ૭૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૬૩ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૮ કિલોગ્રામ યુરીયા, ડુંગળીના કંદ રોપણી વખતે પાયાના ખાતર તરીકેઆપવું.
રતાળુ ઃ હેમલતા જાતનુંવાવેતર કરવા ભલામણ છે.
ચણાઃ
• ચણાને વાવતાં પહેલાં બીજાને ફૂગનાશક દવા અને રાઈઝોબીયમકલ્ચરની માવજત અવશ્ય આપવી.
• બિન પિયત માટે ચણા -૬ જાતનું વાવેતર કરવું.
• પિયત ચણા માટે જુનાગઢ ચણા-૩,૪,૫ ૭, ૮ અથવા સોરઠ કાબુલી-૨ નું વાવેતર કરવું.
• ચણામાંબીજ અંકુર વધારવા માટે બીજ માવજત માટે પોટેશિયમ નાઈટ્રેટ ૧૦૦ ppm ૧૦૦ મિલીગ્રામ ૧ લિટર દ્રાવણ બનાવી બીજને પલાળી છાંયડામાં સુકવી વાવેતર કરવું
પ્રવાહી જૈવિક ખાતરની વિશિષ્ટતાઃ
• અવધિ ૧ વર્ષ
• ૧૦ કરોડ સૂક્ષ્મજીવાણું પ્રતિ મિલિ લિટર
• વપરાશ અને વહન સરળ
• ખેડૂતોમાં આવકાર્ય
• ટપક પધ્ધતી માટે સાનુકૂળ
• ગ્રીન હાઉસ માટે અનુકૂળ
• નાઈટ્રોજન અને ફોસ્ફરસ ખાતરની બચત થાય અને ઉત્પાદન વધુ મળે